20 વર્ષ પૂર્વેના સરકારની તિજોરીને સાત કરોડની નુકસાનીના ચકચારી પ્રકરણમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
20 વર્ષ પૂર્વેના સરકારની તિજોરીને સાત કરોડની નુકસાનીના ચકચારી પ્રકરણમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો આદેશ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જે-તે સમયે જીએમડીસીના અધિકારીઓની મિલીભગતથી ભુજ અને રાજસ્થાનના વેપારીઓ રાજસ્થાન કવોટાનું લિગ્નાઇટ ઓછા દરે ખરીદી બાદમાં તેને ગુજરાતમાં જ ખુલ્લા બજારમાં વેચી મારી સરકારને ટેક્સ પેટે સાત કરોડના નુકશાનીના ચકચારી કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જે-તે સમયે ભુજ એ.સી.બી.માં પી.આઇ. તરીકે ફરજ બજાવતા શખ્સની અરજી મળેલ હતી, જેમાં આક્ષેપો થયા બાદ પ્રાથમિક તપાસ દરમ્યાન એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં 2004માં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આવા ગંભીર ગુનામાં 10 વર્ષ જેટલા અસાધારણ સમય બાદ ચાર્જશીટ રજૂ થઇ હતી. જાણવા મળી રહ્યું છે કે 2019માં ચાર્જફ્રેમ થતાં અદાલતમાં ટ્રાયલ ચલાવાઈ હતી. આ મામલે કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ જાહેર કર્યો હતો.