અંજાર ખાતે આવેલ વરસાણામાં લાકડાના બેન્સામાં આગ ભભૂકી ઉઠતાં 40 લાખનું નુકશાન
અંજાર ખાતે આવેલ વરસાણામાં એક લાકડાના બેન્સામાં આગ ભભૂકી ઉઠતાં ભારે નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/11ના વરસાણામાં આવેલા ગુપ્તા ટીમ્બર ટ્રેક્ટર પ્રા. લિમિટેડ નામના બેન્સામાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી હતી. આ આગના બનાવ અંગે કંડલા ટીમ્બરના અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા આગ પર પાણીમારો ચલાવી કલાકો બાદ તેનાં પર કાબૂ મેળવાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ આગના બનાવમાં કુલ રૂા. 40 લાખનું નુકશાન થયું હોવાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.