ટ્રક ખરીધ્યા બાદ હપ્તા ન ભરનાર આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ

 copy image

 copy image

અંજારના  આધેડ પાસેથી ટ્રક ખરીધ્યા બાદ હપ્તા ન ભરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં  આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી નવીન અરજણ પેડવાએ રતનાલના નીલેશ આહીર પાસેથી  ટ્રક ખરીદી હતી. જેના લોનના હપ્તા આ ફરિયાદી ભરતા હતા. જાણવા મળી રહ્યું છે કે બાદમાં  ફરિયાદીએ આ ટ્રક માધાપરના એક શ્ખ્સને આ ટ્રક રૂા. 12,65,000માં વેચી હતી અને લોનના રૂા. 36,000 મહિને માધાપરનો આરોપી શખ્સ ચૂકવશે તેવું લખાણ કરાયું હતું.  આરોપીએ એક હપ્તો ભર્યો હતો, અને બાદમાં પોતાનાં નામે લોન ટ્રાન્સફર ન કરાવી અને હપ્તા ન ભરતાં ફરિયાદીનાં ખાતાંમાંથી હપ્તા કપાઈ  જતાં ફરિયાદીએ આરોપીનો વારંવાર સંપર્ક કરવા છતાં હપ્તા ન ભરી અને ટ્રક પણ પરત આપી ન હતી. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અંગે પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.