રાપર ખાતે આવેલ ઘાણીથર ગામના સીમ વિસ્તારમાંથી 1.12 લાખના મુદ્દામાલ સાથે છ જુગારપ્રેમીઓ ઝડપાયા : છ ફરાર
રાપર ખાતે આવેલ ઘાણીથર ગામના સીમ વિસ્તારમાંથી છ જુગાર પ્રેમીઓને પોલીસે 1.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત શુક્રવારના સાંજના સમયે પોલીસે આ સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે છ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે વધુ છ પત્તાપ્રેમીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડ 15,120 તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,12,120નો મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.