અંજારમાં મહિલાની છેડતી સાથે હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
અંજારમાં મહિલાની છેડતી સાથે હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખારીરોહરના 43 વર્ષીય આરોપી શખ્સે મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી છેડતી કરી હતી. ત્યારબાદમાં અન્ય આરોપીએ ભોગ બનનારના ઘરે જઈ પીડીતા અને તેના પુત્ર પર ધોકા વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત ઘરના બારી દરવાજાને નુકસાન પહોંચાડયું હતું. તેમજ વોટસએપ પર ઓડીયો ક્લિપ દ્વારા ફરિયાદી અને તેના પુત્રે જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.