1.47 કરોડનાં ચકચારી ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા ચાર આરોપી 14 દિવસના રિમાન્ડ હેઠળ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 1.47 કરોડનાં ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા ચાર આરોપીને 14 દિવસના રિમાન્ડ હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસ ટીમે લાકડિયા નજીકથી રૂા. 1.47 કરોડનું ડ્રગ્સ પકડી પાડયું હતું.આ પ્રકરણમાં સંડોવાયેલા ચાર આરોપીના અદાલતે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભચાઉ ખાતે આવેલ લાકડિયાથી સામાખિયાળી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી ભારત હોટલ સામે મઢી ત્રણ રસ્તા પાસેથી પોલીસે ગાડીના એરફિલ્ટર ખાનામાંથી માદક પદાર્થ કોકેઈન ઝડપાયો હતો. આ ગુનાકામેના આરોપીને રિમાન્ડની માંગ સાથે પોલીસે અદાલતમાં રજૂ કરવામાં આવતા તેઓના ચાર દિવાસીય રીમાંડ મંજૂર થયા છે.