અંજાર તાલુકાનાં રતનાલ ફાટક પાસે ધોરીમાર્ગ પર બેકાબૂ બસે મહિલાને હડફેટમાં લેતા મોત
અંજાર તાલુકાનાં રતનાલ ફાટક પાસે ધોરીમાર્ગ પર બસના ચાલકે કાબુ ગુમાવતાં 34 વર્ષીય માહિલાને હડફેટમાં લીધી હતી જેથી હતભાગી મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રતનાલ ફાટક નજીક ધોરીમાર્ગ પર દોડતી એક ખાનગી બસના ચાલકે કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી બસ વીજપોલ સાથે ટકરાઈને રસ્તો ઊતરી ગઈ હતી અને સાઈડમાં પૂરના ઢગલામાં જઈ અટકી હતી. આ બસે માર્ગ પર જતા સાયમાબેનને હડફેટમાં લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેતા તેઓએ સારવાર દરમ્યાન અંતિમ સ્વાશ લીધા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.