લખપત ખાતે આવેલ જુણાચાયમાં એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
લખપત ખાતે આવેલ જુણાચાય રોડ પર એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા ધારીયો અને પાઈપ વડે હુમલો કરી દેવામાં આવેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે પ્રાગજી વંકાજી જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામમા આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ પોતાના નામે આરોપીને મોબાઈલ લઇ આપેલ હતો જેના રૂપિયા આરોપીએ ન ભરતા ફરિયાદીએ ભર્યા હતા. બાદમાં મોબાઈલ પેટે પૈસા માંગતા ઉશ્કેરાયેલા આરોપી શખ્સોએ ફરિયાદી પર ધારીયા અને લોખંડના પાઈપથી હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.