ભોજાય નજીકથી શંકાસ્પદ ખનીજનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાઈ : ચાલક ફરાર
એલસીબીની ટીમ ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કોટડી ત્રણ રસ્તાથી ભોજાય વચ્ચે આવેલા બોક્સાઈટના પ્લાન્ટ નજીક એક ટ્રક શંકાસ્પદ ખનીજનો જથ્થો ભરીને ઉભેલ છે.મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ડમ્પર મળી આવતા તપાસ કરતા 20 ટન બોક્સાઈટ ભરેલો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પરંતુ ડમ્પરનો ચાલક હાજર મળ્યો ન હતો. એલસીબીટી ટીમે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.