ભચાઉ ખાતે આવેલ ધોળાવીરામાં ભેદી રોગના કારણે 3 ભેંસના મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ધોળાવીરામાં ભેદી રોગના કારણે લાખેણી 3 ભેંસના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે આ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, પશુપાલકોમાં પીરાભાઇ ખોડાભાઇએ જણાવ્યા અનુસાર તેમની બે ભેંસ 24 કલાકમાં મોતને ભેટી હતી. બંને ભેંસને મોઢામાંથી લાળ ઝરતી હતી અને શરદીના કારણે નાકમાંથી પાણી ટપકતું હતું, જેમાં દેશી ઇલાજ કોઈ કામ લાગતાં નથી. જાણવા મળી રહ્યું છે કે ખડીરમાં સપ્તાહમાં માત્ર બે વખત જ રાપરથી પશુ ચિકિત્સક આવે છે, જેના કારણે ગંભીર બીમારી વખતે પશુ ચિકિત્સકની ગેરહાજરીના કારણે પશુઓ મૃત્યુ પામે છે. વધુમાં  જાણવા મળી રહ્યું છે કે, ચોમાસામાં અપૂરતા વરસાદના પગલે ખડીરના ડેમોમાં પૂરતા પાણી ન આવતાં અત્યારે ડેમો ખાલી છે. સીમમાં હજુ ઘાસચારો તો મળી રહે છે પરંતુ પાણી ન હોઇ પશુઓની હાલત કફોડી બની છે. બીમારી અને પાણીની તંગી વચ્ચે પશુઓને બચાવવા માટે તંત્ર કોઈ પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.