ભુજ-ધરમશાળા રોડ પર બેફામ રીતે દોડતા ઓવરલોડ વાહને વધુ એક ગાયનો ભોગ લીધો

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભુજ-ધરમશાળા રોડ પર બેફામ રીતે ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે, જેના પર આરટીઓ તંત્ર કે, પોલીસની કોઇ જ લગામ ન હોવાના કારણે વાહન ચાલકો બેફામ બની ચૂક્યા છે. કોઈ કાયદા કાનૂનના ડર વગર બેફામ દોડતા વાહનોના કારણે આ માર્ગ પર અવાર-નવાર પશુઓનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે વધુ એક ગાય ઓવરલોડ વાહનનો ભોગ બની હોવાનું સામે આવી રહ્યું છે.