મોરબી શહેરના વિશીપરા મેઈન રોડ પરથી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

મોરબી શહેરના વિશીપરા મેઈન રોડ પરથી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વિશીપરા મેઈન રોડ પર ખુલ્લા ગ્રાઉન્ડમાં કાળા કલરનું જાકીટ અને નીચે પીળા કલરનો શર્ટ તથા આછા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરલ ઇસમ પાસે કોઈ હથિયાર છે. મળેલ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આ શખ્સ પાસે જઈ તલાસી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ નીકળી પડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.