ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં બસ સ્ટેન્ડ નજીકથી બે પત્તાપ્રેમીઓ ઝડપાયા
ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળના બસ સ્ટેન્ડ નજીક કેબિન આગળ જાહેર જગ્યામાં બે શખ્સ ગંજીપાના વડે રૂપિયાની રમત રમી રહ્યા હતા ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે છાપો મારી બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.