હળવદ ખાતે આવેલ સુસવાવની વાળીમાં ચાલતા જુગારધામનો થયો પર્દાફાશ : 7.09 લાખની રોકડ સાથે સાત ખેલૈયાઓની અટક
હળવદ ખાતે આવેલ સુસવાવ ગામના સીમ વિસ્તારની વાળીમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી સાત ખેલૈયાઓની અટક કરી છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે હળવદના સુસવાવ ગામની સીમમા આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ચાલી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેઈડ કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રૂ.૭,૦૯,૧૩૦ની રોકડ રકમ સાથે સાત જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.