અંજાર ખાતે આવેલ રાપર ખોખરામાંથી 42 હજારના દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : મુખ્ય સૂત્રધાર ફરાર

copy image

copy image

 અંજાર ખાતે આવેલ રાપર ખોખરામાંથી 42 હજારના દેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાના રાપર ખોખરા ગામના ખારા તળાવ નજીક બાવળોની ઝાડીમાં ગત મોડીરાત્રે સ્થાનિક પોલીસ દ્વારા રેઈડ પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર હાજર મળ્યો ન હતો.   હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આ સ્થળે થી 100 લિટર ગરમ આથો, 800 લિટર ઠંડો આથો તથા તૈયાર દેશી દારૂ 100 લિટર એમ કુલ રૂા. 42,500નો દેશી દારૂનો સમાન કબ્જે કર્યો હતો.  પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.