ટ્રેનની હડફેટે ચડતાં 30 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો
copy image

મોટી ચીરઇ નજીક ટ્રેન હેઠળ આવી જવાના કારણે 30 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટી ચીરઇમાં રહેનાર રવિ શકિન નામનો યુવાન ગત દિવસે રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો તે દરમ્યાન ટ્રેનની હડફેટે ચડતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓના પગલે આ યુવાનનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી આદરી છે.