નખત્રાણા તાલુકાના મંજલ ગામે પોતાના કબ્જાના મકાનમાં વનસ્પતિજન્ચ માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરનારને ઝડપી પાડતી એસ.ઓ.જી.., પશ્ચિમ કચ્છ-ભુજ
અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ. ભુજનાઓએ નાર્કોટિકસ માદક પદાર્થની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા,
દરમ્યાન ગઇકાલ તા.૦૩/૧૨/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા તથા પો.હે.કો. રઘુવીરસિંહ ઉદુભા જાડેજાનાઓને સંયુક્ત રીત મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નખત્રાણા તાલુકાના મંજલ ગામેથી આરોપી અબ્દુલકરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીફા, ઉવ. ૨૭, રહે. ગામ. મંજલ, સાંકળી શેરી, મસ્જિદની બાજુમાં, તા. નખત્રાણા, જી.કચ્છ- ભુજવાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર વાવેતર કરેલ કરેલ તથા સુકાવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ ૦૫ તથા ગાંજાના છોડના થડનો નીચેનો ભાગ જે તમામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગોજાનું કુલ્લનું વજન ૭૮૮ ગ્રામ, કિ.રૂ. ૭૮૮૦/- નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
અબ્દુલકરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીફા, ઉવ. ૨૭, રહે. ગામ. મેજલ, સાંકળી શેરી, મસ્જિદની બાજુમાં, તા. નખત્રાણા, જી.કચ્છ- ભુજ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવણી કરેલ છોડવાઓ નંગ[૦૨, ગાંજાના સુકાયેલ છોડવાઓ નંગ ૦૩ તથા ગાંજાના છોડનું થડનું નીચેનું ભાગ જેનું વજન ૧૦૦ ગ્રામ, આમ કુલ્લે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગોજાનું વજન ૭૮૮ ગ્રામ, કિ.રૂ. ૭૮૮૦/-
(૨) મોબાઇલ નંગ ૧, કિ.રૂ.૫૦૦/-
(૩) રોકડા રૂ.૨૯૦/-
એમ કુલ્લે કુલ કિં.રૂ.૮૬૭૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી, માણેકભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલાનાઓએ કરેલ છે.