ભુજમાં આવેલ કોમર્સ કોલેજની સામે ધડાકાભેર અથડાયા બાદ ગાડી પલટી : સદભાગ્યે ચાલક સલામત

copy image

copy image

ભુજમાં આવેલ કોમર્સ કોલેજની સામે માર્ગ અકસ્માતમાં ધડાકાભેર અથડાયા બાદ ગાડી પલટી ગઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજથી નખત્રાણ, માંડવી તરફ જતા કોલેજ રોડ પર આ અસ્કસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે ગત દિવસે સવારના અરસામાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. કારચાલકે અચાનક ગાડીના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બ્રેક મારવાના પ્રાયાસો કર્યા હતા.જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં ગાડીનું ટાયર પણ ધડાકાની સાથે ફાટી ગયું હતું. ગાડીના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.