ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાન બાવળની બાવળની ઝાડીઓમાં રસ્સાથી બાંધેલ બેભાન હાલતમાં મળ્યો

copy image

copy image

ઘરેથી નીકળી ગયા બાદ યુવાન ગુમ થઈ જતાં મોબાઈલ લોકેશનના આધારે યુવાનને શોધવામાં આવતા  બાવળની ઝાડીઓમાં રસ્સાથી બાંધેલી અને અત્યંત મારના લીધે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.  આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ નાગરિક ભુજ બેન્ક શાખામાં થોડા સમય પૂર્વે પટાવાળા તરીકે નોકરીએ લાગ્યો હતો. આ સામત જેપાર નામનો યુવાન મુંદ્રા રોડના શનિદેવ મંદિર સામેના ઘનશ્યામ નગરમાં રહે છે.જાણવા મળી રહ્યું છે કે ગત સવારે ઘરેથી નીકળી ગયા બાદ પરત ન ફરતા તેના પત્નીએ  પોલીસનો સંપર્ક સાધ્યો હતો.પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ગુમ યુવાનના મોબાઈલની લોકેશન મેળવ્યા બાદ શોધ કરવામાં આવતા મોબાઇલનું લોકેશન તેના ઘરની નજીક મળી આવેલ હતું. જ્યાં જઈને તપાસ કરતાં આ યુવાન બાવળોની ઝાડીમાં રસ્સાથી બાંધેલી અને મારના લીધે બેભાન અવસ્થામાં મળી આવેલ હતો. જેના સારવાર અર્થે કે.કે. હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવેલ છે. આ યુવાન હોશમાં આવ્યા બાદ સમગ્ર મામલા પરથી પરદો ઉઠશે તેવું જાણવા મળી રહ્યું છે.