લખપતના અંતરિયાળ વિસ્તારોમાં શિકારી પ્રવૃત્તિઓ બેફામ : વધુ એક નીલગાયનો શિકાર

copy image

copy image

લખપતના અંતરિયાળ વિસ્તારોમાં શિકારી પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે વધુ એક શિકારી પ્રવૃતિનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે, લખપત નજીક આવેલા કાનેર ગામની સીમમાંથી શિકાર પ્રવૃત્તિ પકડાઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે આ બનાવ અંગે માહિતી (બાતમી) મળતા આ સ્થળ પર રેઈડ પાડવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન છ ઇસમ હોવાનું પ્રાથમિક તારણ છે? જેમની બાઈક કબ્જે કરવામાં આવેલ છે. બાઈકના માલિકની જાણકારી શોધી કાઢવા અંગેની આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ટૂંક સમયમાં જ સમગ્ર મામલો સામે આવશે તેવું જણાવાઈ રહ્યું છે.