અંજાર ખાતે આવેલ અજાપરમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

અંજાર ખાતે આવેલ અજાપરમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના અજાપરમાં રહેતા 23 વર્ષીય સોનુકુમાર અખિલેન્દ્ર યાદવ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે ગત રાત્રે આ યુવાન પોતાના રૂમ પર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા.આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.