ડમ્પરના સોદાની ઠગાઇમાં નાસતો-ફરતો આરોપી ગાંધીધામથી ઝડપાયો
copy image

ડમ્પરના સોદાની ઠગાઇમાં નાસતા-ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેક માસ અગાઉ ડમ્પરનો સોદો કરી બાકીની રકમ રૂા. 1,11,000 તથા લોનના હપ્તા ન ભરી ઠગાઇ થતા પદ્ધર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ દરમ્યાન સ્પે. ઇન્વેસ્ટિગેશન ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે આ ગુના કામેનો આરોપી ઈશમ ધરપકડથી બચવા ગાંધીધામમાં મકાન ભાડે લઇ તેમાં રહે છે. મળેલ બાતમીના આધારે સ્પે. ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપીને હકીકત વાળા સ્થળ પરથી ઝડપી અને બાદમાં આગળની કાર્યવાહી કરવા માટે પધ્ધર પોલીસને સોંપવામાં આવેલ છે.