માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના જદુરા ગામે થયેલ મર્ડર કેસના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી માનકુવા પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બાંન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇ.ચા.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જદુરા ગામે થયેલ મર્ડર કેસના આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૪૦૬૫૨/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામેના આરોપી શોધવા સખત સુચના કરેલ હોય જે અન્વયે માનકુવા પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એન.વસાવા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સદર ગુન્હાકામેના આરોપીની શોધ ખોળમા અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે.વિસ્તારમાં તપાસમાં હતા તે દરમ્યાન ટેકલીનકલ તેમજ હ્યુમન સોર્સીસથી બાતમી હકીકત મળેલ કે સદર ગુન્હાકામેનો આરોપી મુંદરાથી અમદાવાદ જતી એસ.ટી.બસમાં નાશી જવાની ફીરાકમાં હોય અને હાલે ગાંધીધામ ભચાઉ વચ્ચે અમદાવાદ જતી એસ.ટી બસમાં મુસાફરી કરી રહેલ હોય જેથી સત્વરે લોકલ ક્રાઇમ બાંન્ચ ગાંધીધામ પુર્વ કચ્છનો સંપર્ક કરી સદર ગુન્હા કામેના આરોપીને ભચાઉ બસ સ્ટેશનથી મુંદરાથી અમદાવાદ જતી એસ.ટી.બસમાંથી પકડી પાડતા આરોપીએ સદર ગુન્હો કરેલની કબુલાત આપતા માનકુવા પો.સ્ટે.લાવી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઃ-
(૧) સિધિક ઉર્ફે જુમલો ઉમર થેબા ઉ.વ.૩૮ રહે – નવાવાસ જદુરા તા.ભુજ
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ કુહાડી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
આમ ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.એન.વસાવા સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામના પો.ઇન્સ એન.એન.ચુડાસમા સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સ્ટાફના કર્મચારીઓ તથા માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા