નખત્રાણા ખાતે આવેલ નાની બન્નીના ગામડાઓમાં શિયાળનો આતંક
નખત્રાણા ખાતે આવેલ નાની બન્નીના તલ, છારી, ફુલાય, લૈયારી ગામડાઓમાં અમુક દિવસોથી શિયાળનો આતંક વધ્યો છે. ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની બન્નીના સીમવિસ્તારરમાં બહુ અલ્પ સંખ્યામાં શિયાળ જાનવરોની વસ્તી વચ્ચે ઓચિંતી વધી ગયેલી સંખ્યાથી લોકોમાં આશ્ચર્યનું માહોલ સર્જાયું છે ઉપરાંત બેથી ત્રણ માલધારી લોકોને શિયાળ કરડતાં તેમને તુરંત સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા.