ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધીકા જવેલર્સ તથા તેના મકાને બનાવટી ED ના અધિકારી બની ખોટી રેઈડ દર્શાવી ચોરી કરી ગુનો આચરનાર ટોળકીને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડતી, પુર્વ કચ્છ ગાંધીધામ,પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ હાલમાં ગઈ તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ આ કામના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ દર્શાવી ફરીયાદીના મકાને રહેલ સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિ.રૂ.૨૫,૨૫,૨૨૫/- ની ચોરી કરી નાશી ગયેલ હતા જે બનેલ બનાવ બાબતે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.૨.૧૫૩૮/૨૦૨૪ બી.એન.એસ.ડલમ-૩૦૫,૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાને તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબના સીધા સુપરવિઝનમાં તથા પ્રોબેશન IPS વિકાસ યાદવ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકથી મુકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એમ.ડી.ચૌધરી પોલીસ ઈન્સપેક્ટર એ’ડીવીઝન ગાંધીધામ નાઓની આગેવાનીમાં એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી.સ્ટાફ તથા એ’ડીવીઝન પો.સ્ટે ની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ આધારે ગુના કામે સંડોવાયેલ ઈસમોની ઓળખ મેળવી તેઓને સત્વરે શોધી કાઢવા અલગ અલગ ટીમો ભુજ,અમદાવાદ તથા ગાંધીધામ ખાતે રવાના કરી આ ગુના ડામે સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ પ્રયુક્તિ પૂર્વક તેઓની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપેલાની કબુલાત આપેલ હોઈ જેથી આ કામે સંડોવાયેલ નકલી ઈ.ડી ના અધિકારી બનેલ તથા તેના સાગરીતો મળી નીચે મુજબના-૧૧ આરોપી તથા મહિલા આરોપી-૧ નાઓને ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહનો સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા(સોની),ઉ.વ.૪૦ રહે.મ.નં-૧૦૨,ડી.સી.-૫,આદિપુર ता. गांधीधाम

(૨) દેવાયત વીસુભાઈ ખાચર (કાઠી),ઉ.વ.૩૮,૨હે.મ.નં-૬૭,સાંઈનાથ સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર

(3) અબ્દુલસતાર ઈશાક માંજોઠી,ઉ.વ.૫૪, ૨હે.મ.નં-૧૯૫,રોયલસીટી,લખુરાઈ ચાર રસ્તાની બાજુમાં,ભુજ-કચ્છ (કચ્છ મશાલ વીકલી ન્યુઝના પત્રકાર તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાત ના ડાયરેક્ટર)

(૪) હિતેષભાઈ ચત્રભુજ ઠકકર,ઉ.વ.૪૯,૨હે.ફલેટ નં-૬,ધનશ્યામ સીટી એપાર્ટમેન્ટ,પારેશ્વર ચોક,કબીરબાગની સામે,ભુજ-કચ્છ

(૫)વિનોદ રમેશભાઈ ચુડાસમા(મોચી),ઉ.વ.૪૬,૨હે.મ.નં-૧૫૭, સિધ્ધીવિનાયકનગર, સરકારી વસાહત,પ્રમુખસ્વામી નગર,ભુજ-કચ્છ

(૬)ઈયુઝીન અગસ્ટીન ડેવીડ (કિશ્ચન),ઉ.વ.૬૩,૨હે.મ.નં-૧૨૨,મારૂતીનગર,મોઘપર(બો) તા.અંજાર

(૭)આશિષ રાજેશભાઈ મિશ્રા,ઉ.વ.૩૧,૨હે.૩૧,ડી-૯૦૧, સા૨ન્સ એમ્બીયન્સ,ડો.જીવરાજ મહેતા હોસ્પિટલની સામે,અમદાવાદ

(૮)ચન્દ્રરાજ મોહનભાઈ નાયર,ઉ.વ.૪૬,રહે.ઈ-૫૦૧,યશ એવન્યુ, આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા,અમદાવાદ

(૯) અજય જગન્નાથ દુબે,ઉ.વ.૨૭,૨હે. ૪૭૩-એ,ન્યુ રેલ્વે કોલોની, સાબરમતી અમદાવાદ

(૧૦)અમિત કિશોરભાઈ મહેતા,ઉ.વ.૪૫,૨હે.ઈ-૩૦૧,યશ એવન્યુ,આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા,અમદાવાદ

(૧૧) શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ,ઉ.વ.૪૩,રહે.એ-ઠ,રેવતી ટાવર,રામદેવનગર,અમદાવાદ

(૧૨)નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા,ઉ.વ.૪૨,૨હે.ઈ-૩૦૧,યશ એવન્યુ, આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા,અમદાવાદ

પકડવાનો બાકી આરોપીનું નામ

(૧) વિપીન શર્મા રહે.અમદાવાદ

શોધાયેલ ગુનો

ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૫૩૮/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૫,

૨૦૪, ૬૧(૨) (એ)

કબ્જે કરેલ મુદામાલ ની વિગત –

(૧) સોનાનું બિસ્કીટ વજન-૧૦૦ ગ્રામ કિ.રૂ.૭,૮૦,૦૦૦/00

(૨) સોનાના લેડીઝ બ્રેસલેટ નંગ-૬ વજન-૧૨૯.૯૬ ગ્રામ કિ.રૂ.૧૪,૪૭,૬૦૯/૦૦

(3) ઈ.ડી.નુ નકલી આઈકાર્ડ કિ.રૂ. 00/00

(૪) મોબાઈલ ફોન નંગ-૧૩ કિ.રૂ.૨,૫૫,૦૦૦/૦૦

ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહનો

(१) महिन्द्रा XUV500 २८.नं-GJ-01-RL-8025 डि.३.७,५०,०००/००

(૨) મહિન્દ્રા બોલેરો નીયો રજી.નં- GJ-12-FB-5251 કિ.રૂ.૮,૦૦,૦૦૦/00

(3) રેનોલ્ડ ડસ્ટર રજી.નં- GJ-12-BR-8081 કિ.રૂ.૫,૦૦,૦૦૦/૦૦

(૨) હોન્ડા એકટીવા રજી.નં- GJ-12-DD-3776 કિ.રૂ.૫૦,૦૦૦/૦૦

કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૫,૮૨,૬૦૯/-

આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ

(૧) અબ્દુલસતાર ઈશાક માંજોઠી,ઉ.વ.૫૪,૨હે.મ.નં-૧૯૫, રોયલસીટી, લખુરાઈ ચાર રસ્તાની બાજુમાં,ભુજ-કચ્છ

મજકુર આરોપી વિરુધ્ધ અગાઉ જામનગર જીલ્લાનાં પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણી સાથે ખુનનો ગુનો તથા ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિષનો ગુનો દાખલ થયેલ Θ.

આરોપીઓની ગુનો કરવાની રીત:-

આ કામેના આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં અગાઉ પાંચ-છ વર્ષ પહેલા IT ની રેઈડ પડેલ અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના- ચાંદી તથા રોકડ ૨કમ મળેલ હતી તેવી માહિતી આપી હાલે પણ રાધિકા જવેલર્સના માલીક પાસે ૧૦૦ કરોડ થી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી જે માહિતી આરોપી દેવાયત ખાચરએ તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપેલ અને અબ્દુલસતાર માંજોઠીએ આ

માહિતી તેના મળતીયા હિતેષ ઠકકર તથા વિનોદ ચુડાસમા નાઓને ભુજ ખાતે મળી સમજાવી ઈ.ડી.ની રેઈડ કરવાની પ્લાનીંગ કરી ત્યારબાદ દેવાયત ખાચર,અબ્દુલસતાર માંજોઠી,હિતેષ ઠડડર ,વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદરેક દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલ રજવાડી ચા ની હોટલ ખાતે મુલાકાત કરી નકલી રેઈડ કરવા માટે પ્લાન બનાવી આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેઈડ ક૨વા માટે ટીપ્સ આપી તે ટીપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે કામ ક૨તા અજય દુબે, અમિત મહેતા,નિશા મહેતા તથા વિપીન શર્મા નાઓએ સાથે મળી ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (DRM) ની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈ ને સાથે રાખી રેઈડ કરવાની જગ્યા તેમજ તેના મકાને રેઈડ દરમ્યાન મહિલાઓ હોવાનુ જણાવી ઈ.ડી. ના અધિકારી તરીકેનો પહેરવેશ જેમા ત્રણ વ્યડિતઓએ શુટ પહેરવાનો નક્કી કરી તેમજ મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતા ને પણ સાથે રાખી અમદાવાદ રહેતા આરોપીઓ અલગ અલગ બે વાહનથી ગાંધીધામ ખાતે આવી સ્થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્ટેશનની નજીક મળી અલગ અલગ વાહનોમાં બેસી ફરીયાદીની રાધિકા જવેલર્સ પર જઈ આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી Enforcement Directorate (ED) ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈ.કાર્ડ બતાવી રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેઈડ દર્શાવી ત્યાર બાદ તેના મકાન પર તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ ક૨વાનો ઢોંગ કરી તેના મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી મકાનમાં સર્ચ કરી ફરીયાદીનાં મકાનમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ ૨કમ અલગ તારવી સાહેદની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીના માંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનાને અંજામ આપેલ.