ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે તથા ગાંધીનગર જિલ્લાના સાંતેજ પો.સ્ટે.ના ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ, પશ્ચિમ કચ્છ ભજ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પો.ઇન્સ. પી.કે. રાડા સાહેબના સુપરવિઝન હેઠળ એક ટીમ ની રચના કરેલ જે ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓ નાસતા ફરતા આરોપીની તપાસમા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
ભુજ શહેર બી ડીવીઝન પો સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૮૮૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી રજાક લતીફ સમા, ઉ.વ.૨૪, રહે મુળ ગામ કોટડા-ખાવડા, તા.ભુજ, હાલે.યક્ષ મંદીર પાછળ માધાપર, તા.ભુજ-કચ્છવાળો હાલે બેન્કર્સ કોલોનીના સામે જ્યુબીલી ગ્રાઉન્ડના ગેટ પાસેથી બ્લુ કલરનો નાઇટ ડ્રેસ પહેરી પસાર થવાનો છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને હસ્તગત કરી ઉપરોકત ગુના કામે ખાત્રી કરતા નાસતો ફરતો હોઇ મજકુરને ઉપરોકત ગુના કામે બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧) (જે) મુજબ અટક કરી ભુજ શહેર બી ડીવીઝન પોસ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ પશ્ચિમ કચ્છ ભુજના પો.ઇન્સ.પી.કે.રાડા સાહેબ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા જે.કે. બારીયા તથા પ્રો.સબ.ઇન્સ.કે.એચ.આહીર તથા એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરિલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઇ ગોડેશ્વર તથા પો.કોન્સ નીરુબેન મુળીનાઓ જોડાયેલ હતા.
ગુનાહિત ઇતિહાસ:
(૧) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૮૮૪/૨૦૨૪ BNS કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪
(૨) ગાંધીનગર જિલ્લાના સાંતેજ પો.સ્ટેના ગુ.ર.નં.૩૮૯/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫૪