ભચાઉ ખાતે આવેલ ચોબારીમાં ખેતરના શેઢા અંગે મારામારી : આરોપીએ ધારિયા વડે કર્યો હુમલો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ચોબારીમાં મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.3/12ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવના ફરિયાદી પુના લાલજી વરચંદ અને તેમના પિતા લાલજી લક્ષ્મણ વરચંદ સવારના અરસામાં પોતાના ખેતરે ગયેલ હતા. ફરિયાદીના ખેતરના શેઢામાં ફરિયાદી યુવાન તથા તેના પિતા પોતાની તરફના બાવળ કાપી રહ્યા હતા તે દરમ્યાન આરોપી શખ્સો ધારિયા લઈને આવેલ હતા. આ આરોપી શખ્સોએ શેઢો બંનેનાં ખેતર વચ્ચે આવેલ છે. બાવળો કાપવાની અગાઉ ના પાડેલ છે છતાં કેમ કાપો છો તેમ કહી ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ યુવાન ઉપર ધારિયાથી હુમલો કરી દીધો હતો. ઉપરાંત તેમના પિતાના માથાંમાં ધારિયા વડે જીવલેણ હુમલો કરી દેવાતા તેમણે તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ખોપરી તૂટી ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.