ભુજમાંથી ગુમ થયા બાદ રસ્સાથી બાંધેલી બેભાન અવસ્થામાં મળી આવેલ યુવાનના પ્રકરણનો થયો ખુલાસો

copy image

copy image

અમુક દિવસો પૂર્વે ભુજના ઘનશ્યામ નગર વિસ્તારમાંથી ગુમ થયેલ યુવાન રસ્સાથી બાંધેલી બેભાન અવસ્થામાં મળી આવેલ હતો. આ પ્રકરણમાં આરોપી શંકાસ્પદ આરોપી શખ્સોનો ખુલાસો થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો જણાવી રહયા છે કે, આ પ્રકરણમાં શકદાર આરોપી બે આરોપી શખ્સોના નામ લખવવામાં આવેલ હતા. શકદાર આરોપીઓએ યુવાન પાસેથી મકાનના બધા રૂપિયા મેળવી લઈ મકાનનો કબ્જો સોંપ્યો ન હતો.વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કબ્જો ન આપતા આરોપીઓ આ યુવાનને વારંવાર ધાકધમકીઓ આપતા હતા. આરોપીઓએ પોતે કે તેમના માણસો દ્વારા યુવાનનું અપહરણ કરી હાથ, પગ બાંધી  જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.