ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં કંપનીમાં પડી જવાથી 44 વર્ષીય આધેડનું મોત
ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં કંપનીમાં પડી જવાથી 44 વર્ષીય આધેડનું મોત નીપજયું છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ગેલેન્ટ કંપનીમાં આ બનાવ બન્યો હતો. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 4ના બપોરે 2.30 વાગ્યાના અરસામાં હતભાગી યુવાન સ્ટ્રેચ યાર્ડ કંપનીમાં ભંગાર કાપી રહ્યો હતો. તે દરમ્યાન અવાજ થવાથી ભાગવા ગયો હતો. આ દરમ્યાન લોખંડના ઢગલા ઉપર પટકાતા પેટ અને પગમાં ગંભીર ઈજાઓ થવાથી યુવાનનું તત્કાળ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.