રાપરના જાટાવાડા નજીક પગપાળા જતા આધેડને ટ્રેક્ટરે હડફેટે લેતાં મોત
રાપરના જાટાવાડા નજીક પગપાળા જતા આધેડને ટ્રેક્ટરે હડફેટે લેતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગે આધેડ ગત તા. 2/12ના ઘેટાં-બકરાં ચરાવીને પરત આવી રહ્યા હતા તે દરમ્યાન આધેડ રણછોડભાઇને પાછળથી આવતાં નંબર વગરના ટ્રેક્ટરે હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. ઇજાગ્રસ્ત આધેડને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.