મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામમાં 41 વર્ષીય આધેડે બેરોજગારીના કારણે કર્યો આપઘાત?
મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામમાં 41 વર્ષીય આધેડે બેરોજગારીના કારણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામમાં મહેશ્વરીવાસમાં રહેતા 41 વર્ષીય આધેડ કરશનભાઇ મહેશ્વરી છેલ્લા ત્રણેક વર્ષથી કંઇ કામ-ધંધો ન કરતો હોવાથી દોઢેક વર્ષથી માનસિક તાણમાં રહેતો હતો.જાણવા મળી રહ્યું છે કે ગત રાતના કોઈ સમયે આ આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધૂ તપાસ આદરી છે.