ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમ ટીમ દ્વારા કુશળ કાઉન્સિલિંગ કરી પરિજનોને જાણ કરાઇ
ભુજના શહેરી વિસ્તારમાં એક કિશોરી મળી આવ્યા જેઓ ઘરેથી રિસાઈને ભાગી ગયા હતા તેમની ઉંમર 17 વર્ષ હતી.આ વાતની જાણ 181 મહિલા હેલ્પલાઇનમાં થતા તાત્કાલિક ટીમ ત્યાં આગળ પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કિશોરી હાલ અમદાવાદની વતની હોય ઘરેથી રિસાઈને તેમના માસીના ઘરે ભરૂચ જવા નીકળેલ પરંતુ ભૂલથી ભુજમાં આવી ગયેલ આ વાતની જાણ થતા કાઉન્સેલર પારગી પ્રવીણાબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન તેમજ પાયલોટ ભાવેશભાઈ ખંભુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
કિશોરી જણાવતા હતા કે તેમના માતા પિતા ક્યારેય પ્રવાસમાં જવા દેતા ન હતા , તેમની વાત ઘરે કોઈ માનતું ન હતું ,તેમજ હેરાન કરે એવું જણાવતા હતા તે માટે તેઓ ઘરેથી નીકળી ગયેલ. કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે કિશોરી ની સગાઈ પણ થઈ ગયેલ હતી અને કાઉન્સિલિંગ કરીને તેમનું સરનામું જાણ્યું તેમના પરિવાર સાથે કોન્ટેક્ટ કર્યો. પુખ્તવયની ઉંમર ન હોવાથી તેમને એકલા મોકલી શકતા ન હતા માટે તેમને આશ્રય હેઠળ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવેલ અને તેમના પરિવારના લોકોનું કાઉન્સિલિંગ કરી જાણ કરી દીધેલ કે મહિલા કલ્યાણ કેન્દ્રમાં મૂક્યા છે તો તમે ત્યાં આવીને એમને લઈ જજો. તેમના માતા પિતાએ 181 ટીમનો આભાર માન્યો હતો.