અંજાર ખાતે આવેલ સતાપર ગામમાં વીજ ટાવર પર ચડી 20 વર્ષીય યુવાને કર્યો આપઘાત
અંજાર ખાતે આવેલ સતાપર ગામના સીમ વિસ્તારમાં આવેલ વીજ ટાવર પર ચડી 20 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર અંજારના સતાપરમાં રહેનાર વિપુલ નાયકા નામના 20 વર્ષીય યુવાને યુવાને ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. ગામની સીમમાં આવેલા વીજ ટાવર પર આ યુવાન ચડી ગયો હતો. જ્યાં તેણે પોતે લૂંગી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની તપાસ પોલીસે આદરી છે.