ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા 45 વર્ષીય આધેડે કર્યો આપઘાત

fansi

copy image

copy image

ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા 45 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા રિલોકેશન સાઈટ સ્થિત પ્રમુખસ્વામીનગરમાં ભાટિયા સમાજવાડી સામે રહેતા હતભાગી કીર્તિભાઈ ગત ગુરુવારે મોડી રાત્રે પોતાના ઘરે હાજર હતા, તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેઓએ ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવની  જાણ થતાં જ તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.