ભુજ પો.સ્ટે. વાહન ચોરીના ગુનો ડિટેક્ટ કરતી lcb કચ્છ ભુજ

image

શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. સુનિલભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા આર.ટી.ઓ. સર્કલ પાસે આવતાં સુનિલભાઇ પરમાર તથા રણજીતસિંહ જાડેજાનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક ઇસમ જે આર.ટી.ઓ. સર્કલ થી આત્મારામ પાસે જતા રસ્તા પર આવેલ પાણીના ટાંકા પાસે જાહેર રસ્તા પર હાજર છે જેણે શરીરે આછા ગુલાબી કલરનુ ટી-શર્ટ પહેરેલ છે અને તેના કબ્જામાં એક મોટર સાઇકલ છે જેમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલ નથી અને તેના કબ્જામાં રહેલ મોટર સાયકલ તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જામાથી બાતમી મુજબનુ વાહન મળી આવેલ ત્યારબાદ યુકતિ પ્રયુકિતથી પુછપરછ કરતાં સદર ઇસમે જણાવેલ કે, સદર મો.સા. મે આશરે ત્રણ માસ પહેલા ભુજ ખાતેથી પી.જી.વી.સી.એલ. કચેરી સામે આવેલ ગલીમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જેથી તે અંગે ખરાઇ કરતાં ઉપરોક્ત મોટર સાયકલની ચોરી અંગે ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૦૭૩૬/૨૦૨૬ બી.એન.એસ.ની ક.૩૦૩(૨) મુજબનો ગુન્હો તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યે નોંધાયેલ હોય જેથી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે