કુકમામાં મોર્નિંગ વોક પર ગયેલા કિશોર પર ત્રણ શખ્સોનો હુમલો

copy image

copy image

  કુકમામાં મોર્નિંગ વોક પર ગયેલા કિશોર પર ત્રણ શખ્સોએ હુમલો કરી દેતાં આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પધ્ધર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી એવા 17 વર્ષીય છાત્ર ધ્રુવભાઈ દિનેશભાઈ જોશી    તથા સાહેદ સવારે મોર્નિંગ વોક  કરી ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે ગામના નાકા નજીક બેન્ક ઓફ બરોડા પાસે રોડ પર આરોપી શખ્સે રોડની સાઈડમાં ચાલવાનું કહી ગાળો આપી હતી. બાદમાં ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ પોતાનું વાહન ઊભું રાખી મારકૂટ કરી હતી. ઉપરાંત સહઆરોપીએ પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.