ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું 

આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યશ્રીએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી. 

 કચ્છના કલેક્ટરશ્રી અમિત અરોરા અને પીજીવીસીએલના એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહીં બૂથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાનાં બાળકોને જરૂરથી પોલિયોના ટીપાં પીવડાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, આર.સી.એચ.ઓ. શ્રી ડૉ. જે.ઓ.ખત્રી સહિત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બાળકોને પોતાના હાથે પોલિયોના બે બૂંદ પીવડાવ્યા હતા. 

આ કાર્યક્રમનું આયોજન કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેષ ભંડેરીના માર્ગદર્શન અંતર્ગત રોટરી ક્લબ અને રોટરી વોલ સિટી તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.