લખપત ખાતે આવેલ બિટિયારીમાં જમીન પચાવી પાડનાર ઈશમ વિરુદ્ધ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે નોંધાઈ ફરિયાદ
લખપત ખાતે આવેલ બિટિયારીમાં જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસના ફરિયાદી એવા જયદીપભાઇ નીતિનભાઇ પંડયા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર તેમના પિતા નીતિનભાઇએ 14 વર્ષ પૂર્વે બિટિયારી સીમમાં સાડા ત્રણ એકર જમીન વેચાતી લીધી હતી અને અલગ-અલગ પાકનું વાવેતર કરતા હતા. બાદમાં આ જમીન પડતર રાખી હતી.વધુમાં જાણવા મળી રહ્યું છે કે દોઢ વર્ષ અગાઉ ફરિયાદી અને તેના કાકા પ્રકાશભાઇ જેની જમીન પણ તેઓની જમીનની બાજુમાં જ આવેલી છે, તે જોવા જતાં ત્યાં આરોપી એ સહમતી વગર મગફળીનું વાવેતર કરી દીધું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આ મામલે આરોપીને પૂછતાછ કરતા આ જમીન મારા પિતાની છે. મને પૂછયા વગર અહીં પગ ન મૂકતા, નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.