મુંદ્રા ખાતે આવેલ ધ્રબમાં ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ટ્રેઇલરનાં ચાલકને હૃદયરોગનો હુમલો

heart-attack

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ધ્રબમાં ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ટ્રેઇલરનાં 36 વર્ષીય ચાલકને હૃદયરોગનો હુમલો આવતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે ટ્રેઇલર ડિવાઇડર પર ચડી જતાં યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના હાલમાં ધ્રબમાં રહેતા 36 વર્ષીય ટ્રેઇલર ચાલક એવા સુબોધરાય ઉમેશરાય ગત દિવસે બપોરના સમયે  ટ્રેઇલર ચલાવી ધ્રબ સીમમાં શાંતિ સર્કલ અને રેલવે ફાટક નજીકથી જઈ રહ્યો હતો તે સમયે  ચાલુ ડ્રાઇવિંગે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પરીણામે તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેઇલર ડિવાઇડર પર ચડી ગયું હતું. આ બનાવમાં આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અનેગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.