ગાંધીધામમાં રહેનાર યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

ગાંધીધામમાં રહેનાર યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સેક્ટર-4, પ્લોટ નં. 119માં રહેનાર જગદીશ નામના યુવાને ગત તા. 7/12ના રાતના સમય ગાળા દરમ્યાન આ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આ યુવાન પ્લોટ પર હતો તે સમયે તેણે લોખંડના પાઇપમાં પ્લાસ્ટિકની દોરી બાંધી કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો.આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે ? તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.