ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન સાધનો ઝડપાયા
કચ્છમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા અવારનાવાર ખનિજ ચોરી પકડાઇ રહી છે જે અંતર્ગત તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા નિરોણા, પધ્ધર અને કાંડાગરા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બિન અધિકૃત રીતે રેતી-ચાઇનાક્લેનું પરિવહન કરતાં વાહનો પકડી પાડવામાં આવેલ હતા. સૂત્રો જણાવી રહયા છે કે તપાસ ટીમ દ્વારા નખત્રાણા તાલુકાના નિરોણાના સીમ વિસ્તારમાં બે ડમ્પર અને એક લોડરને ગેરકાયદે સાદી રેતીનું ખનન અને પરિવહન કરતાં કબ્જે કરવામાં આવ્યા હતા. તે જ રીતે મુન્દ્રા તાલુકાના કાંડાગરા વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમ્યાન સાદી રેતીનું વહન કરતા એક ડમ્પર ઝડપાયું હતું. ઉપરાંત પધ્ધર ચાર રસ્તા નજીક બિન અધિકૃત રીતે ચાઇનાક્લે અને ક્લોનાઇનક્લેનું પરિવહન કરતું એક કન્ટેઇનર કબ્જે કરાયું હતું.