હળવદ ત્રણ માળિયા ક્વાર્ટર નજીકથી જાહેરમાં જુગાર રમતા ૬ ખેલીઓની અટક

589700500jugar

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે  હળવદ ત્રણ માળિયા ક્વાટરની ઓફીસ નજીક જાહેર જગ્યામાં રૂપિયાની રમત કરતાં છ ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને  ત્રણ માળિયા ક્વાટરની ઓફીસ નજીક રેઈડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા છ જુગારપ્રેમીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.