સામખિયાળી રેલવે કોલોનીના ત્રણ ક્વાટર્સમાંથી તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
સામખિયાળી રેલવે કોલોનીના ત્રણ ક્વાટર્સમાંથી તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકે રેલવેમાં નોકરી કરતા સાક્ષીબેન નિખીલરાજ કાયસ્ત દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી છેલ્લા દોઢ વર્ષથી સામખિયાળીમાં રેલવે માસ્તરની નોકરી કરી રહ્યા છે, ગત 3/12ના રાત્રી થી તા.7/12ના સુધી તેઓ બહાર ગયેલ હતા.જ્યાંથી પરત આવીને જોતાં ક્વાટર્સમાં પાછળનો દરવાજો ખુલો હતો,અને રુમનો અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. વધુ તપાસ કરતાં રોકડ અને અન્ય વસ્તુઓ સહિત કુલ 71,500ની મતા પર હાથ સાફ થયો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીએ આસપડોસમાં પુછપરછ કરતા રેલવે ટ્રેકમેન મોનુકુમારે જણાવ્યું કે તેમના ક્વાટર્સ 24/ એમાંથી પણ ગત 5/12ના રુમની અંદર કોલેજ બેગ તથા બેડશીટ ઉપર રાખેલા 2500 રોકડ અને ઘડીયાળ મળીને 4500ની ચોરી થઈ હતી. ઉપરાંત 24ડીમાં રહેતા અંશુકુમારના ઘરથી 6/12ના રુમમાંથી ટ્રોલી બેગ, રોકડા 12 હજાર, સ્લીવર કલરના ચેઈન વાળુ ઘડીયાળ મળીને આશરે 12,200ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે અજાણ્યા આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.