ગાંધીનગરમાં ટ્રકની પાછળ ધડાકાભેર બેઝા ગાડી અથડાતાં કારનો કીમો વળી ગયો

copy image

copy image

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની પાછળ બેઝા કાર ઘૂસી જતા બે યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત શનિવારના રાત્રિના સમયે  હિંમતનગર તરફથી બેઝા કાર અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમ્યાન નાના ચિલોડા સર્કલથી લીંબડિયા કેનાલ નજીક વળાંક લેવા જતા ટ્રકની પાછળના ભાગે કાર ઘૂસી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે કારમાં આગળની સીટમાં બેઠેલા ચાલક તથા અન્ય યુવકના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.જ્યારે  કારમાં બેઠેલી મહિલા અને બાળકને ઈજા પહોંચી હતી.કારમાં સવાર મહિલા અને બાળકને સ્થાનિકોએ કારની બહાર કાઢી 108 મારફતે સારવાર મોકલવામાં આવેલ હતા પરંતુ આગળ બેઠેલા બંને યુવકોને બહાર કાઢી શકાયા ન હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તુરંત ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમે આગળની સીટમાંથી બંને યુવાનોને બહાર કાઢવા કારનું પતરું કાપ્યું હતું.કલાકોની જહેમત બાદ બંને યુવાનને બહાર બંને યુવાનને બહાર કઢાયા હતા.