નેત્રાથી લક્ષ્મીપર જતો માર્ગ અંત્યંત બિસ્માર હાલતમાં : રોડને તાત્કાલિક ડામરથી મઢવા ગ્રામજનોની માંગ
નખત્રાણા તાલુકાના નેત્રાથી લક્ષ્મીપર જતો સિંગલપટ્ટી ડામર રોડ હાલ અંત્યંત ખરાબ હાલતમાં છે રોડ પર ડામરને બદલે કાંકરી પત્થર જોવા મળી રહ્યાં છે ડામરનું તો નામો નિશાન પણ જોવા મળતું નથી વળી આ રોડ પર ટ્રેલર જેવા ભારે વાહનો તેમજ અન્ય મોટા વાહનોની સતત અવર જવર રહેતી હોવાના કારણે રસ્તો અંત્યંત ખરાબ થઈ ગયો છે. આવા કાકરી વાળા રસ્તે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે . આ અંગે વિસ્તારના લોકોએ જણાવ્યુ હતું કે લક્ષ્મીપર ગામ મોટા ભાગે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમજ નાનું ગામ હોઈ ખરીદી કરવા કે દવાખાને કે અન્ય કોઈ જરૂરી કામે બાજુમાં આવેલા નેત્રા ગામે અવાર નવાર જવું પડતું હોય છે. ત્યારે આ રસ્તો અંત્યંત ખરાબ હોવાથી અકસ્માતનો ભય તેમજ વાહનોમાં અન્ય નુકશાન થવાનો પણ ભય હંમેશા સતાવતો હોય છે. ત્યારે આ રસ્તો વહેલી તકે બનાવાની માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.