“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના અલગ અલગ અનાજનો જથ્થો કુલ કી. રૂા.૧,૯૩,૮૦૦/- સહિત કુલ કી. ૬,૯૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને.
આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, દેવીસર ગામ તા. નખત્રાણા બાજુથી એક ટેમ્પો ટ્રક જેના રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૮ એ.યુ. ૮૮૭૫ વાળીમાં બીલ કે આધાર-પુરાવા વગરના અલગ અલગ અનાજનો જથ્થો ભરી ભુજ તરફ વેચાણ સારૂ જઈ રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રામલાલ વાલજી સાંખલા ઉ.વ. ૫૭ ધંધો. ડ્રાઇવીંગ રહે. વિથોણ તા. નખત્રાણા -કચ્છ વાળાના કબ્જાની ટાટા કંપનીના ટ્રકમાં અનાજના બાચકા ભરેલ હોય જે અનાજના બાચકા બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી તેમજ મજકુરે જણાવેલ કે આ તમામ જથ્થો મને દેવીસર ગામના શૈલેશભાઈ ઠક્કર વાળાએ દેવીસર ગામ મધ્યે થી ભરી આપેલ હતો અને આ તમામ અનાજના જથ્થો મને ભુજ ખાતે લઈ જવા જણાવેલ હતુ. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી. ૬,૯૩,૮૦૦)
- ચણા બાચકા નંગ ૧૩. કુલ્લે કી.રૂ. ૩૨,૫૦૦/-
- ગુવાર બાચકા નંગ ૪૧. કુલ્લે કી.રૂ. ૧,૦૨,૫૦૦/-
- ખાધ્ય ચોકા બાચકા નંગ ૨૪. કુલ્લે કી.રૂ. ૨૮૮૦૦/-
- તલ બાચકા નંગ ૬, કુલ્લે કી.રૂ. ૩૦,000/-
- ટાટા કંપનીનો ટ્રક રજી. નં. જીજે.૧૮ એ.યુ. ૮૮૭૫ કી.રૂા. ૫.૦0,000/-
- પકડાયેલ ઇસમ
- રામલાલ વાલજી સાંખલા. રહે. વિથોણ તા. નખત્રાણા-કચ્છ
- પકડવાનો બાકી ઇસમ
- શૈલેશભાઈ ઠક્કર રહે. દેવીસર