અંજારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતાં ધોડદામ મચી : સદભાગ્યે કોઈ મોટું નુકશાન નહીં

copy image

copy image

 અંજારમાં આવેલ ગોકુળ નગરમાં અચાનક કોઈ કારણે આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. જાણવા મળી રહ્યું છે કે, સદભાગ્યે આ બનાવમાં કોઈ મોટી નુકશાની થતી અટકાવાઈ છે. આ મામલે સૂત્રોનું કહેવું છે કે, ગત  સાંજે વોર્ડ પાંચમાં ગોકુળ નગરમાં આવેલી આંગણવાડી નજીક અચાનક આ આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવ અંગે તુરંત   નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર સાથે આવેલી નગરપાલિકાની ટુકડીએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટું નુકશાન થયું નથી.