અંજાર ખાતે આવેલ સાપેડા નજીક એક કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારનાર ઈશમ વિરુદ્ધ ફરિયાદ
અંજાર ખાતે આવેલ સાપેડા નજીક એક કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારનાર ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, મધ્ય પ્રદેશના રતલામમાં રહેનાર 16 વર્ષિય એક કિશોરી ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના પરિવાર સાથે અહીં આવેલ હતી. અહી મજૂરીકામ કરનાર આ પરિવાર અહીં જ રહેતો હતો. તે દરમ્યાન ઠેકેદારએ આ કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, આ શ્રમિક પરિવાર વતન જતાં ત્યાં કિશોરીએ બાળકને જન્મ આપતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.