ચેક પરત ફરવાના કેસમાં ગુંદાલાના આરોપી શખ્સને બે વર્ષની કેદ
સૂત્રોના કહેવા અનુસાર ચેક પરત ફરવાના કેસમાં ગુંદાલાના આરોપી શખ્સને બે વર્ષની કેસની સજા ફટકારતો હુકમ જાહેર કરવામાં આવેલ છે. આ કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીએ મિત્રતાના સંબંધ અને આર્થિક લેતી-દેતીના વ્યવહારે આરોપી શખ્સને રૂા. 10 લાખ હાથ પર છઝીના આપેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ ડિમાન્ડ નોટિસ બાદ વિધિવત કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેસની સજા તથા ફરિયાદીને રૂા. 10 લાખ 9 ટકા વ્યાજ સાથે આપવા હુકમ જાહેર કર્યો છે.