ગાંધીધામમાંથી ગૌમાસ સાથે ત્રણ  શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

copy image

copy image

ગાંધીધામમાંથી ગૌમાસ સાથે ત્રણ  શખ્સોને  ઝડપી પાડવામાં આવેલ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના ચાવલા ચોક નજીક કોઈ શખ્સ પાસે ગૌમાસ છે. મળેલ બાતમીના આધારે પોલીસે  કાર્યવાહી હાથ ધરી અને મીઠીરોહરના આરઝુ પ્લાયવુડ બેન્શામાં રહેતા આરોપી ઈશમને પકડી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પાસેથી શંકાસ્પદ ગૌમાંસ મળી આવતા પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવતા તે માંસ ગૌમાંસ જ હોવાનું સામે આવ્યું હતું બાદમાં અંગે વધુ પૂછતાછ કરવામાં આવેલ હતી.  જેમાં તેણે સુંદરપુરીમાંથી અન્ય બે શખ્સ પાસેથી આ ગૌમાંસ વેચાતું લીધું હોવાનું સામે આવ્યું હતું.  બાદમાં પોલીસે આ ઈશમોના ઘર માં રેઈડ કરી ત્યાંથી વધુ 86 કિલો 465 ગ્રામ ગૌમાંસ જપ્ત કર્યું હતું.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી શખ્સો પાસેથી કુલ 101 Kg ગૌમાંસ કબ્જે કર્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.